Saturday, May 3, 2025

ગુજરાત રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાતા મિલકતના દસ્તાવેજોમાં ₹2,00,000 કે તેથી વધુની રકમના રોકડ વ્યવહારો અંગે આવકવેરા વિભાગને જાણ કરવા અંગે પરિપત્ર


🏛️ દસ્તાવેજોમાં ₹2,00,000 (બે લાખ) કે તેથી વધુ રોકડ રકમના વ્યવહારો અંગે નોંધપાત્ર પરિપત્ર
📅 તારીખ: 02 મે, 2025
📜 આધાર: સુપ્રીમ કોર્ટનો ચુકાદો – Civil Appeal No. 5200 of 2025
📅 ચૂકાદાની તારીખ: 16 એપ્રિલ, 2025
✍️ જારી કરનાર: નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગર.

🧾 ચૂકાદાની વિગતો:
ચૂકાદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે-"આવકવેરા અધિનિયમ, કલમ 269ST પ્રમાણે, કોઈપણ વ્યક્તિ ₹2,00,000 અથવા વધુ રોકડ પેમેન્ટ લે કે આપે તે કાયદેસર રીતે નિયમભંગ ગણાશે. જો આવી રકમ રજિસ્ટ્રેશન દસ્તાવેજમાં દર્શાવાય તો Sub-Registrar ની ફરજ બને કે તે તાત્કાલિક આવકવેરા વિભાગને જાણ કરે."

📌 વધુમાં, જો આવું ન કરવામાં આવે તો, Sub-Registrar અથવા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી થવાની સંભાવના બને છે.

🏢 સબ-રજીસ્ટ્રાર માટે નીચે મુજબ સૂચનાઓ પરિપત્રિત કરેલ છે:

જો કોઈ રજીસ્ટ્રેશન દસ્તાવેજમાં ₹2 લાખ કે તેથી વધુ રોકડ રકમ બતાવવામાં આવે તો આવા દસ્તાવેજની વિગતો આવકવેરા વિભાગને તરત મોકલવી.

🔍 જણાવવાની વિગતો:
  • દસ્તાવેજનો પ્રકાર 
  • અવેજની વિગત
  • આપનાર-લેનાર પક્ષકારની વિગત 
📌જાણ ન કરવા પર:
કાયદેસર કાર્યવાહી અને ફરજ ઉલ્લંઘન માટે તપાસ

📢 નાગરિકો માટે જરૂરી સૂચના
📍 હવે દરેક વ્યક્તિએ જમીન કે મિલકત સંબંધિત દસ્તાવેજોમાં રોકડ ચુકવણીના બદલે ચેક, ડીડી અથવા ઑનલાઇન પેમેન્ટ કરવાની જ ભલામણ છે.
📍 ₹2,00,000 કે તેથી વધુ રોકડ પેમેન્ટ કરવું હવે આવકવેરા કાયદાની દૃષ્ટિએ ગંભીર ગુનો ગણાશે.

      
       🟢 📲 Share this post on WhatsApp

📜 ગુજરાતનો જમીન મહેસૂલ: ઇતિહાસથી આજ સુધીની સફર

પ્રાચીન સમયમાંં જમીન ઉપરનો અધિકાર: માનવી ખેતી કરતાં શીખ્યો ત્યારથી ખેતીની જમીનને લગતા પ્રશ્નો ઉપસ્થિત થયા. આ પ્રશ્નો ક્યારેક સરળ તો ક્યારે...