Tuesday, November 26, 2024

જંત્રી: જમીનની સાચી કિંમત નક્કી કરતો કાયદાકીય પાયો


મિત્રો, હમણાં રાજ્ય સરકાર દ્વારા સુચિત જંત્રી દરો - ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યા. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થતો હશે કે આ જંત્રી એટલે શુ? તો ચાલો આપણે જંત્રી વિશે થોડુંક જાણીએ. 

જમીનની ખરીદી-વેચાણ કે મિલકત સંબંધિત અન્ય કોઈ વ્યવહારમાં જંત્રી એ એક મજબૂત અને આવશ્યક દસ્તાવેજ છે. તે જમીન અને મિલકતના મૂલ્યને નક્કી કરવા માટે કાયદાકીય માળખું પ્રદાન કરે છે. આ લેખમાં, આપણે જંત્રીનો મૂળભૂત અર્થ, તેની પ્રાસંગિકતા, તેના ફાયદા અને ગેરફાયદા તેમજ તેનું કાયદાકીય મહત્વ જાણીશું.


જંત્રી શું છે?

જંત્રી એ રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત સરકારી દસ્તાવેજ છે, જે જમીન અને મિલકતના લઘુત્તમ બજાર મૂલ્ય (Minimum Market Value)ને દર્શાવે છે. તે અલગ અલગ સ્થળો, જમીનના પ્રકારો, જમીન ઉપયોગ કરવાના હેતુઓ (જેમ કે રહેણાંક, વાણિજ્ય, વ્યવસાયિક અથવા કૃષિ) અને અન્ય પરિબળો આધારિત હોય છે.

ઉદાહરણ:

  • શહેર વિસ્તારમાં:
    અમદાવાદના પોશ વિસ્તારની વ્યાપારિક મિલકતનું મૂલ્ય ગ્રામ્ય વિસ્તારોની આવાસીય મિલકત કરતા ઘણું વધુ હોય છે.
  • જમીનના ઉપયોગના આધારે:
    એક જ શહેર કે ગામમાં કૃષિ જમીન અને બાંધકામ માટેની (જેમ કે રહેણાંક, વાણિજ્ય, અથવા વ્યવસાયિક )જમીનના મૂલ્યમાં તફાવત હોય છે.

જંત્રીનું મહત્વ કેમ છે?

જંત્રી મિલકતના વ્યવહારોમાં નાણાકીય વ્યવસ્થાને પારદર્શક અને ન્યાયસંગત બનાવવામાં મદદ કરે છે.

  1. મિનિમમ માર્કેટ મૂલ્ય:

    • જંત્રી એ મિલકત માટે નક્કી કરેલું મિનિમમ મૂલ્ય છે. તે વેચાણ, બક્ષીસ વગેરેની બજારકિંમત નક્કી કરવા માટે આધારરૂપ છે.
  2. કાયદાકીય દસ્તાવેજ:

    • મિલકત સંબંધિત તમામ નોંધણીઓ જંત્રીના મૂલ્યના આધાર પર થાય છે, જે કાયદાકીય રીતે માન્ય હોય છે.
  3. સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી:

    • રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી માટે આ મૂળભૂત આધાર બને છે.
  4. ભ્રષ્ટાચારની રોકથામ:

    • મિલકતની ખરીદી-વેચાણમાં હકીકતના બજાર કિંમત અને જાહેરાત કિંમત (અવેજની રકમ) વચ્ચે ગેરસમજ અટકાવવામાં મદદરૂપ થાય છે.

જંત્રીના ફાયદા

  1. પારદર્શકતા:

    • મિલકતના ખરીદી-વેચાણમાં સ્પષ્ટતા રહે છે. લોકોના ભ્રમ અને વિવાદ ટાળી શકાય છે.
  2. સરકારી આવકમાં વધારો:

    • જંત્રીના આધારે લેવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી રાજય સરકાર માટે આવકના મુખ્ય સ્ત્રોત છે.
  3. માર્કેટના સ્ટાન્ડર્સ:

    • દરેક વિસ્તારોમાં મિલકતના મૂલ્યમાં તેની સ્થિતી કે માંગ અથવા ભવિષ્યમાં થનારી માંગ આધારિત બજારકિંમત નક્કી કરવામાં સહાય થાય છે.
  4. આર્થિક વિકાસ:

    • રાજ્ય સરકાર માટે સરકારી યોજનાઓની વિતરણ પદ્ધતિ વધુ સરળ બને છે, કારણ કે જંત્રીના આધારે રાજ્ય સરકાર કે સરકારી મશીનરીને જે તે વિસ્તારના આર્થિક વિકાસની માહિતી સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. 
  5. નાણાંકીય સંસ્થાઓ માટે સરળ:

    • જમીન અને મિલકતના મૂલ્યનું મૂલ્યાંકન નાણાંકીય નાણાકીય સંસ્થાઓ માટે સરળ બને છે તથા તે આધારે તેઓ લોન આપે છે.

જંત્રીના ગેરફાયદા

  1. માર્કેટ મૂલ્યથી વિસંગતતા:

    • ઘણીવાર જંત્રીનું મૂલ્ય હકીકતના બજાર મૂલ્ય કરતાં ઓછું હોય છે, જેનાથી અપ્રમાણભૂત વ્યવહારો અને કરચુકવણી થાય છે.
  2. અપડેટની અછત:

    • કેટલીક રાજય સરકારો જંત્રીને નિયમિત રીતે અપડેટ કરતી નથી, જેનાથી તેનો ઉપયોગ અવાસ્તવિક બને છે તથા તેને મિલકતની ખરી બજારકિંમતના આધાર તરીકે લઈ શકાતો નથી. 
  3. વિશ્વાસનો અભાવ:

    • કેટલાક લોકોનો માનવું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલ મૂલ્ય હકીકત કરતાં ઓછું છે, જેનાથી સરકારની નીતિઓમાં લોકોનો વિશ્વાસ ઘટે છે.
  4. અર્થશાસ્ત્ર:

    • જો જંત્રી અને બજારકિંમત વચ્ચે મોટા તફાવત હોય, તો તેના કારણે વિવાદો વધે છે અને લોકોના અધિકારો ઉપર અસર થાય છે.

જંત્રી નક્કી કરવાની પદ્ધતિ

જંત્રી નક્કી કરવા માટે રાજ્ય સરકાર કાયદાકીય મર્યાદાઓ હેઠળ નીચેના પરિબળો પર વિચાર કરે છે:

  1. વિસ્તાર આધારિત મૂલ્ય:

    • શહેર અને ગામના વિસ્તારોમાં સવલતોને ધ્યાને રાખી જમીનના પ્રકાર અનુસાર મૂલ્ય નક્કી થાય છે.
  2. જમીનનો પ્રકાર:

    • આવાસીય, કૃષિ, વાણિજ્ય અને વ્યાપારિક જમીન માટે જુદી જુદી શ્રેણી ધરાવતી મૂલ્યતાલિકા બનાવવામાં આવે છે.
  3. સવલતો અને પરિબળો:

    • રસ્તાઓ, શાળાઓ, નજીકના બજાર કે અન્ય સવલતોના આધારે જંત્રીનું મૂલ્ય નક્કી થાય છે.
  4. સરકારી ગાઈડલાઇન:

    • જંત્રી દર વર્ષે અથવા દર કેટલાક સમયગાળા પછી સરકારની નીતિઓ અને બજારના સ્ટાન્ડર્ડ મુજબ અપડેટ થાય છે.

જંત્રીના આધારે યોજનાઓ

જંત્રીના આધારે રાજ્ય સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા આર્થિક અને સામાજિક યોજનાઓ ઘડવામાં આવે છે. ઉદાહરણ તરીકે:

  • રાજય સરકાર જમીન વિકાસ અને શહેરી આયોજન માટે જંત્રીના ડેટા નો ઉપયોગ કરે છે.
  • હાઉસિંગ લોન માટેની ક્વોલિફિકેશન: બેંકો પણ જંત્રીના મૂલ્ય પર આધારીત લોન મંજુર કરે છે.

નિષ્કર્ષ

જંત્રી જમીન વ્યવહારો માટેના કાયદાકીય અને નાણાકીય વ્યવસ્થામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક છે.

  • તે ન માત્ર સરકાર માટે આવકનું મજબૂત સાધન છે, પણ જમીન વ્યવહારોમાં પારદર્શકતા અને ન્યાયસંગતતા પણ લાવે છે.
  • જો સરકારો જંત્રીને નિયમિત અને સમયસર અપડેટ કરશે, તો તે માર્કેટ મૂલ્ય સાથે બરાબરી રાખી શકશે અને નાગરિકો માટે વધુ ઉપયોગી બનશે.

તમારા પ્રશ્નો અથવા વિચારધારાઓ માટે કૉમેન્ટ દ્વારા જાણ કરો.


સબ રજીસ્ટ્રાર કચેરીને લગતા ન્યુઝ અને અપડેટ્સ માટે વોટ્સએપ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવા માટે અહી ક્લિક કરો

Tuesday, November 19, 2024

ઈ-સ્ટેમ્પ સર્ટિફિકેટની વિશેષતાઓ

  • -સ્ટેમ્પીંગ સર્ટીફિકેટમાં કોમ્પ્યુટરાઇઝડ પધ્ધતિથી એક કોમ્પ્યુટરાઇઝડ યુનીક સર્ટીફિકેટ નંબર જનરેટ થાય છે. આ ઉપરાંત સર્ટીફિકેટ ઇસ્યુ કર્યાની તારીખ અને સમય, ઇસ્યુ કરનાર એજન્સીનું નામ અને પક્ષકારોના નામ તથા મિલકતનું વર્ણન અને સ્ટેમ્પ ડ્યુટીના લાગુ પડતા આર્ટીકલ અને સ્ટેમ્પ ડયુટીની રકમ જેવી વિગતોની કોમ્પ્યુટરાઇઝડ એન્ટ્રી કર્યા પછી આ વિગતો સાથેનું ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટ ઉપલબ્ધ થાય છે. જેથી જુની તારીખોમાં સ્ટેમ્પનું વેચાણ તથા કોરા સ્ટેમ્પનું વેચાણ અશક્ય છે. જેથી છેતરપીંડીની સંભાવના રહેતી નથી.
 
  • ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટ ઉપર આધુનિક ડીજીટલ ટેકનોકલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે તેમાં 2D & 1D Bar Code, Micro printing, Colored Background with Lacey Geometric Flexible patterns and subtle Logo images, Complex Omamental Design Borders, Anti-Copy Text, appearance of Micro Printing Artificial Watermarks and other Overt and Covert Features- જેવી વિશેષતાઓ દ્વારા આ સર્ટીફિકેટ ઇલેકટ્રોનીકલી અને ફીઝીકલી ખુબજ સલામત બનાવવામાં આવેલ છે
 

  • ઇ-સ્ટેમ્પીંગ સર્ટિફિકેટની ચકાસણી ઇ-સ્ટેમ્પીંગ વેબ પોર્ટલ www.shcilestamp.com - પરથી અથવા તો મોબાઈલ એપ્લીકેશન દ્વારા કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.

  • સૌપ્રથમ ઇ-સ્ટેમ્પ સર્ટિફિકેટ તા.૦૨/૦૨/૨૦૦૭થી તા.૩૧/૦૫/૨૦૧૨ સુધી સાદા "WHITE A-4" સાઇઝ પેપર પર પ્રિ‍ન્ટ થતા હતા. 


  • તા.૦૧/૦૬/૨૦૧૨ થી ઇ-સ્ટેમ્પ સુરક્ષા ચિ‍ન્હો સાથેના કલર (ગુલાબી રંગ) વાળા પેપર પર પ્રિ‍ન્ટ કરવાનું શરૂ કરેલ છે. તે સર્ટિફિકેટમાં નીચે એક સ્ટેશનરીનો સિરીયલ નંબર છાપેલ હોય છે. આ સિવાય આ સર્ટિફિકેટને UV લાઈટ (પારજાંબલી) લાઈટ હેઠળ જોતાં મહાત્મા ગાંધીજીનું મુખ ચિન્હ તથા SHCIL લખેલું દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત સ્ટેશનરી નંબરની નીચેની તરફ એક આછા લીલા રંગનું લંબચોરસ બોક્ષ આપેલ છે. જે નકલ કરતાં "VOID"  શબ્દ દ્રશ્યમાન થાય છે. 
    તા.૦૧/૦૬/૨૦૧૨ થી રંગીન ઇ-સ્ટેમ્પ 

  • તા.૦૧/૦૧/૨૦૧૬થી ઉપરોક્ત ઇ-સ્ટેમ્પ પર જમણી બાજુ કેસરી રંગના રેડિયમ ટપકાવાળી નિશાનીઓ મુકવામાં આવેલ છે. 

  • તા.૦૪/૧૧/૨૦૨૨થી ઉપરોક્ત રંગીન ઇ-સ્ટેમ્પ પેપર વધારાની સલામતી માટે નીચેના સુધારાઓ અમલી કરેલ કે જે ઇ-સ્ટેમ્પના પ્રિ‍ન્ટીંગ થતા દ્રશ્યમાન થાય છે. 
  1. સ્ટેમ્પ ડ્યુટીની રકમ સ્ટેમ્પ સર્ટિફિકેટની જમણી બાજુએ ઉપરની તરફ અને ઉભી લાઈનમાં તથા 2D બારકોડની ડાબી બાજુએ દ્રશ્યમાન થાય છે. 
  2. ઇ-સ્ટેમ્પનો કોમ્પ્યુટરાઇઝડ યુનિક "IN - GJ" વાળો નંબર 2D બારકોડની નીચેની બાજુએ નાના થી મોટા અક્ષરોમાં દ્રશ્યમાન થાય છે. 
  3. ઇ-સ્ટેમ્પ સર્ટિફિકેટની ડાબી બાજુએ ઉભી લાઈનમાં સ્ટેમ્પની તારીખ અને સમય દ્રશ્યમાન થાય છે.
  4. ઇ-સ્ટેમ્પ સર્ટિફિકેટની જમણી બાજુએ ઉભી લાઈનમાં સ્ટેમ્પ ડ્યુટી ચુકવનારનું નામ દ્રશ્યમાન થાય છે.


  • તા.૨૧/૦૪/૨૦૨૩થી ઉપરોક્ત ઇ-સ્ટેમ્પ સર્ટિફિકેટમાં જમણી બાજુએ ઉપર 1D બાર કોડ અને ઇ-સ્ટેમ્પનો કોમ્પ્યુટરાઇઝડ યુનિક "IN - GJ" વાળો નંબર દ્રશ્યમાન થાય તેવો સુધારો અમલમાં મુકેલ છે. સબ રજીસ્ટ્રારશ્રીને ઇ-સ્ટેમ્પ લોક કરવા માટે ગરવી સીસ્ટમમાં ઇ-સ્ટેમ્પ નંબર ટાઇપ ન કરવો પડે અને બાર કોડ રીડરથી ઓટોમેટીક ઇ-સ્ટેમ્પ નંબર ટાઇપ થાય તેવી સવલત કરેલ છે. 


  • ઇ-સ્ટેમ્પમાં દર્શાવવામાં આવતી તમામ વિગતો નીચે મુજબ છે. 

Monday, November 18, 2024

નોંધણી અધિનિયમ, ૧૯૦૮ની પ્રમુખ જોગવાઇઓ

નોંધણી અધિનિયમ, ૧૯૦૮ની પ્રમુખ જોગવાઇઓ

ફરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજો –  સ્થાવર મિલકતની બક્ષિસ , વેચાણ, 1 વર્ષથી વધુ મુદત્તના ભાડા પટ્ટા, કોર્ટના હુકમ નામા, મુખત્યારનામા (Power of attorney), બાનાખત (sale agreement), વિકાસ કરાર ( Development Agreement), ભાગીદારી દસ્તાવેજ (કલમ-૧૭) 


મરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજો વસિયતનામું (Will ) , 1 વર્ષથી ઓછી મુદત્તના ભાડા પટ્ટા, જંગમ મિલકતના દસ્તાવેજ, નિકાલ બાકી દાવા અથવા કાર્યવાહીની નોટીસ (lispendens) (કલમ-૧૮)


ફરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહિ કરાવવાનું પરિણામ  (કલમ-૪૯)  

- તેમાં જણાવેલ સ્થાવર મિલક્તને અસર કરશે નહિ. 

- તેવી મિલકત અંગેના કોઈ વ્યવહારના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહિ.


દસ્તાવેજ નોંધણી માટે રજુ થાય ત્યારે સબ રજીસ્ટ્રારએ અનુસરવાની પધ્ધતિ (નીચેની બાબતોની ચકાસણી કરવી)

- દસ્તાવેજ ઉપર યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવી છે?

- યોગ્ય નોંધણી ફી ભરવામાં આવેલ છે?

- દસ્તાવેજ ગુજરાતીહિંદી અથવા અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલ હોવો જોઈએ (કલમ-૧૯)

- દસ્તાવેજમાં આવતું બે લીટી વચ્ચેનું લખાણતેમાં મૂકેલી કોરી જગ્યાકરેલી છેકછાક અથવા ફેરફાર ઉપરતે કરનાર વ્યક્તિ અથવા વ્યકિતઓએ પોતાની સહી કરી છે?

દસ્તાવેજ સ્થાવર મિલકતને લગતો હોયત્યારે તે સ્થાવર મિલકત ઓળખી શકાય તેટલું  વર્ણન કરેલ હોવું જોઈશે. જિલ્લાનું નામપેટા જિલ્લા – તાલુકાનું નામગામનું નામ. સર્વે નંબરવિસ્તાર અને ચતુર દિશાનું વર્ણન (કલમ-૨૧)

- દસ્તાવેજ કરી આપ્યાની તારીખથી માસમાં રજુ કરવાનો રહેશે. ભારતમાં કરી આપેલ દસ્તાવેજમાં વિલંબ માસ સુધી જિલ્લા રજિસ્ટારનીમંજુરીથી ગ્રાહ્ય રાખી શકાય છે.  (કલમ-૨૩)

- ભારતની બહાર કરી આપેલ લેખ ભારતમાં પહોચ્યા પછી ચાર મહિનાની અંદર રજિસ્ટ્રેશન માટે રજુ કરવાનો રહેશે. (કલમ-૨૬)

- અપવાદ: વિલ કોઈપણ સમયે રજુ કરી શકાય છે. (કલમ-૨૭) 

- દસ્તાવેજ,  જે મિલક્ત સંબંધી હોય તે મિલકત જે પેટા જિલ્લા - તાલુકામાં આવેલ હોય તે સબ રજિસ્ટાર કચેરીમાં રજુ કરવાનો રહેશે.  (કલમ-૨૮)

- દસ્તાવેજ યોગ્ય વ્યક્તિએ  રજૂ કરેલ છે?  (દસ્તાવેજ કરી આપનાર. દસ્તાવેજ કરી લેનાર, પ્રતિનિધિ અથવા એજંટ રજુ કરી શકે) (કલમ-૩૨)  

- દસ્તાવેજસ્થાવર મિલકતના માલિકી ફેર સંબંધીત હોય ત્યારે દસ્તાવેજ કરી આપનાર/વેચનાર અને  દસ્તાવેજ કરી લેનાર/ખરીદનારના ફોટોગ્રાફ તથા અંગુઠાની છાપ લગાવેલ છે(કલમ-૩૨એ)

- અશાંત વિસ્તાર ધારા હેઠળની સ્થાવર મિલકતના ફરજિયાત નોંધણી પાત્ર દસ્તાવેજમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે

- જાહેર ટ્રસ્ટની મિલકત હોય તો ચેરીટી કમિશ્નર કચેરીની  પરવાનગી મેળવેલ છે?

સરકારે બાંધેલ મિલકત  હોય તો. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે?

ઇન્કમટેક્ષ વિભાગ/એન્સફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ED) દ્વારા મિલકત ઉપર એટેચમેન્ટ ઓર્ડર આપવામાં આવેલ હોય તો  NOC રજુ કરેલ છે

જમીન મહેસૂલ અધિનિયમની કલમ -૭૩(એ)(એ) હેઠળ અનુસૂચિત જનજાતિના લોકોની જમીન/મિલકતની તબદીલી માટે સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે(અનુસુચિત જનજાતિનું અટક પ્રમાણેનું લીસ્ટ મેળવીને રાખવું હિતાવહ છે)

- નામદાર કોર્ટ/ સક્ષમ અધિકારીશ્રી દ્વારા મનાઈ હુકમ આપેલ હોય તો  NOC રજુ કરેલ છે?

-  દસ્તાવેજ લખી આપનાર, લખી લેનાર તથા સાક્ષીઓના ઓળખના પુરાવા રજુ કરેલ છે


    નોંધણીનો ઈન્કાર (કલમ-૩૪)

  જો જિલ્લા રજિસ્ટ્રાર પણ નોંધણીનો ઇનકાર કરે છેતો કલમ ૭૭ હેઠળનો દાવો નામદાર સિવિલ કોર્ટમાં તેના આદેશના ત્રીસ દિવસની અંદર દસ્તાવેજની નોંધણી કરાવવાના નિર્દેશ માટે દાખલ કરી શકાય છે.

- જ્યારે સબ-રજિસ્ટ્રાર કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણીનો ઇનકાર કરે છેત્યારે જિલ્લા રજિસ્ટ્રારને દિન 30માં અપીલ કરી શકાય છે. (પક્ષકારને ઇન્‍કારનો હુકમ મળ્યા તારીખથી ૩૦ દિવસ) (કલમ-૭૩)

Friday, November 8, 2024

 

Welcome to Sub-Registrar Diary!

Hello, I'm Rohit Prajapati, a dedicated public servant with a passion for ensuring secure and seamless property transactions. This blog is designed to share insights, tips, and updates on land registration, stamp duty, legal procedures, and everything related to property transactions.

Whether you're a first-time buyer, a legal professional, or someone with an interest in property laws, you'll find valuable information here to guide you through the process.

Stay updated with the latest news, and feel free to explore the resources and articles available. Your journey in land registration starts here!