નોંધણી
અધિનિયમ, ૧૯૦૮ની
પ્રમુખ જોગવાઇઓ
ફરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજો – સ્થાવર મિલકતની બક્ષિસ , વેચાણ, 1 વર્ષથી વધુ મુદત્તના ભાડા પટ્ટા, કોર્ટના હુકમ નામા, મુખત્યારનામા (Power of attorney), બાનાખત (sale agreement), વિકાસ કરાર ( Development Agreement), ભાગીદારી દસ્તાવેજ (કલમ-૧૭)
મરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજો – વસિયતનામું (Will ) , 1 વર્ષથી ઓછી મુદત્તના ભાડા પટ્ટા, જંગમ મિલકતના દસ્તાવેજ, નિકાલ બાકી દાવા અથવા કાર્યવાહીની નોટીસ (lispendens) (કલમ-૧૮)
ફરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહિ કરાવવાનું પરિણામ (કલમ-૪૯)
- તેમાં જણાવેલ સ્થાવર મિલક્તને અસર કરશે નહિ.
- તેવી મિલકત અંગેના કોઈ વ્યવહારના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહિ.
દસ્તાવેજ નોંધણી માટે રજુ થાય ત્યારે સબ રજીસ્ટ્રારએ અનુસરવાની પધ્ધતિ
(નીચેની બાબતોની ચકાસણી કરવી)
- દસ્તાવેજ ઉપર
યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવી છે?
- યોગ્ય નોંધણી ફી
ભરવામાં આવેલ છે?
- દસ્તાવેજ ગુજરાતી, હિંદી અથવા
અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલ હોવો જોઈએ (કલમ-૧૯)
- દસ્તાવેજમાં આવતું બે લીટી વચ્ચેનું લખાણ, તેમાં
મૂકેલી કોરી જગ્યા, કરેલી છેકછાક અથવા ફેરફાર ઉપર, તે કરનાર
વ્યક્તિ અથવા વ્યકિતઓએ પોતાની સહી કરી છે?
- દસ્તાવેજ
સ્થાવર મિલકતને લગતો હોય, ત્યારે તે સ્થાવર
મિલકત ઓળખી શકાય તેટલું વર્ણન કરેલ હોવું
જોઈશે. જિલ્લાનું નામ, પેટા જિલ્લા –
તાલુકાનું નામ, ગામનું નામ. સર્વે નંબર, વિસ્તાર
અને ચતુર દિશાનું વર્ણન (કલમ-૨૧)
- દસ્તાવેજ કરી આપ્યાની તારીખથી 4 માસમાં રજુ
કરવાનો રહેશે. ભારતમાં કરી આપેલ દસ્તાવેજમાં વિલંબ 4 માસ સુધી
જિલ્લા રજિસ્ટારનીમંજુરીથી ગ્રાહ્ય રાખી શકાય છે. (કલમ-૨૩)
- ભારતની બહાર કરી આપેલ લેખ ભારતમાં પહોચ્યા
પછી ચાર મહિનાની અંદર રજિસ્ટ્રેશન માટે રજુ કરવાનો રહેશે. (કલમ-૨૬)
- અપવાદ: વિલ કોઈપણ
સમયે રજુ કરી શકાય છે. (કલમ-૨૭)
- દસ્તાવેજ, જે મિલક્ત
સંબંધી હોય તે મિલકત જે પેટા જિલ્લા - તાલુકામાં આવેલ હોય તે સબ રજિસ્ટાર કચેરીમાં
રજુ કરવાનો રહેશે. (કલમ-૨૮)
- દસ્તાવેજ યોગ્ય વ્યક્તિએ રજૂ કરેલ છે? (દસ્તાવેજ કરી આપનાર. દસ્તાવેજ કરી લેનાર,
પ્રતિનિધિ અથવા એજંટ રજુ કરી શકે) (કલમ-૩૨)
- દસ્તાવેજ, સ્થાવર
મિલકતના માલિકી ફેર સંબંધીત હોય ત્યારે દસ્તાવેજ કરી આપનાર/વેચનાર અને દસ્તાવેજ કરી
લેનાર/ખરીદનારના ફોટોગ્રાફ તથા અંગુઠાની છાપ લગાવેલ છે? (કલમ-૩૨એ)
- અશાંત વિસ્તાર ધારા હેઠળની સ્થાવર મિલકતના ફરજિયાત નોંધણી પાત્ર દસ્તાવેજમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે?
- જાહેર ટ્રસ્ટની
મિલકત હોય તો ચેરીટી કમિશ્નર કચેરીની પરવાનગી મેળવેલ છે?
- સરકારે બાંધેલ
મિલકત હોય તો.
સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે?
- ઇન્કમટેક્ષ
વિભાગ/એન્સફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ED) દ્વારા મિલકત ઉપર એટેચમેન્ટ ઓર્ડર આપવામાં
આવેલ હોય તો
NOC રજુ કરેલ છે?
- જમીન મહેસૂલ
અધિનિયમની કલમ -૭૩(એ)(એ) હેઠળ અનુસૂચિત જનજાતિના લોકોની જમીન/મિલકતની તબદીલી માટે
સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે? (અનુસુચિત
જનજાતિનું અટક પ્રમાણેનું લીસ્ટ મેળવીને રાખવું હિતાવહ છે)
- નામદાર કોર્ટ/ સક્ષમ અધિકારીશ્રી
દ્વારા મનાઈ હુકમ આપેલ હોય તો NOC રજુ કરેલ છે?
- દસ્તાવેજ લખી આપનાર, લખી લેનાર તથા સાક્ષીઓના ઓળખના પુરાવા રજુ કરેલ છે?
નોંધણીનો ઈન્કાર (કલમ-૩૪)
- જો જિલ્લા રજિસ્ટ્રાર પણ નોંધણીનો ઇનકાર કરે છે, તો કલમ ૭૭ હેઠળનો દાવો નામદાર સિવિલ કોર્ટમાં તેના આદેશના ત્રીસ દિવસની અંદર દસ્તાવેજની નોંધણી કરાવવાના નિર્દેશ માટે દાખલ કરી શકાય છે.
- જ્યારે સબ-રજિસ્ટ્રાર કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણીનો ઇનકાર કરે છે, ત્યારે જિલ્લા રજિસ્ટ્રારને દિન 30માં અપીલ કરી શકાય છે. (પક્ષકારને ઇન્કારનો હુકમ મળ્યા તારીખથી ૩૦ દિવસ) (કલમ-૭૩)
No comments:
Post a Comment